આંતરરાષ્ટ્રીય / વર્લ્ડ બ્રેકિંગ:
કેનેડાના અલ્બર્ટા સ્થિત એક મહત્વપૂર્ણ સૈન્ય મથક પર અચાનક જોરદાર વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ છે. વિસ્ફોટ બાદ લશ્કરી અડ્ડા પર ભયાનક આગ લાગી ગઈ છે, જેમાં અનેક સૈનિકો અને કર્મચારીઓના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
૧૩૦૦થી વધુ જવાનો તૈનાત હતા: આ સૈન્ય મથક પર ૧૩૦૦થી વધુ સૈનિકો અને કર્મચારીઓ તૈનાત હતા, જેથી ખુબ જ મોટું નુકસાન થયાની આશંકા સેવાઈ રહી છે.
નેતાઓની પ્રતિક્રિયા: રક્ષા મંત્રી ડેવિડ મેકગિન્ટીએ આ ઘટનાને અત્યંત દુખદ અને આઘાતજનક ગણાવી છે.
રાહત-બચાવ કામગીરી તેજ: કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ તાત્કાલિક અસરથી રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે તેજ કરવાનો આદેશ આપ્યો છે.