સુરત / રાજકીય બ્રેકિંગ:
ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાવાની અટકળો વચ્ચે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નિવેદનોને ફગાવતાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે વહેલી ચૂંટણીની કોઈ જોગવાઈ જ નથી અને કોંગ્રેસના નેતાઓ માત્ર મીડિયામાં ચમકવા માટે આવા નિવેદનો આપે છે.
કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી: પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે જનહિતનો કોઈ મુદ્દો ન હોવાથી તેઓ વહેલી ચૂંટણીની વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ જનતા કોંગ્રેસના અરમાનો પર હરહંમેશ પાણી ફેરવી દે છે. તેમણે દાવો કર્યો હતો કે આગામી સમયમાં ગુજરાતમાં ભાજપ ૧૬૨થી વધુ બેઠકો પર વિજય મેળવશે.
યુવા શક્તિ ભાજપની સાથે: યુવાનો અને દેશની યુવા શક્તિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા યુવા શક્તિને આગળ વધારવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. કોંગ્રેસ ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ દેશ અને રાજ્યની યુવા શક્તિ હંમેશાં ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહી છે અને આગળ પણ રહેશે.