વડોદરા / રાજકીય બ્રેકિંગ:
વડોદરા શહેર ભાજપ દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન હેઠળ એક વિશાળ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં વિશેષ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં પદયાત્રાની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી.
૨૮ ઑક્ટોબરે પદયાત્રાનો પ્રારંભ:
આ આગામી ૨૮મી ઑક્ટોબરે બપોરે ૩:૩૦ વાગ્યે નવલખી મેદાનથી આ પદયાત્રાનો પ્રારંભ થશે. આ પદયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહીને આગેવાનો અને કાર્યકર્તાઓનું માર્ગદર્શન કરશે. સાથે જ સંસદો, ધારાસભ્યો, મેયર સહિત ભાજપના દિગ્ગજ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે.
રૂટ અને હેતુ:
આ પદયાત્રા નવલખી મેદાનથી શરૂ થઈને કીર્તિસ્તંભ, માર્કેટ ચાર રસ્તા, બંબાખાના, ટાવર અને કોઠી ચાર રસ્તા થઈને પરત નવલખી મેદાન પહોંચશે. કોંગ્રેસના કથિત ભ્રામક પ્રચાર સામે જનજાગૃતિ લાવવા અને લોકશાહી તેમજ બંધારણીય સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ વધુ મજબૂત કરવાના હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.