બ્રેકિંગ ન્યૂઝ લાઇફસ્ટાઇલ મનોરંજનનો લલકાર અમદાવાદ

શાસ્ત્રીય નૃત્યમાં દેવી સ્વરૂપની અલૌકિક પ્રસ્તુતિ: બીના મહેતા અને શિષ્યો દ્વારા રજૂ થયા ‘દેવી’ના વિવિધ રૂપો!

અમદાવાદ / કલ્ચરલ બ્રેકિંગ:

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી જાણીતા કલાકાર બીના મહેતા દ્વારા તૈયાર કરવામાં આવેલો ‘દેવી’ ટાઈટલ હેઠળનો એક અનોખો અને ભવ્ય નૃત્ય કાર્યક્રમ અમદાવાદના વિશાલા ખાતે સફળતાપૂર્વક યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં બીના મહેતા અને તેમના શિષ્યોએ ભારતીય શાસ્ત્રીય નૃત્યના માધ્યમથી દેવીનાં અલગ-અલગ દિવ્ય સ્વરૂપો ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા હતા.  

નૃત્ય પ્રસ્તુતિના મુખ્ય આકર્ષણો:

કાર્યક્રમની ભવ્ય શરૂઆત સૂર્યની ઊર્જા અને દેવી કુષ્માંડાના દિવ્ય રૂપથી કરવામાં આવી હતી.  

ત્યારબાદ લોકપ્રિય ગુજરાતી ભક્તિગીત ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ ના તાલે મા અંબાની મહિમાનું ગાન અને નૃત્ય રજૂ કરાયું હતું.  

નવદુર્ગા અને મહાલક્ષ્મીનાં સ્વરૂપો દ્વારા જીવનમાં પ્રેમ, ભક્તિ અને કરુણાનો ભાવ પ્રગટ કરાયો હતો.  

આ ઉપરાંત, માતા કાલિકાના પ્રચંડ રૂપ દ્વારા શક્તિ અને હિંમતનું અદ્ભુત પ્રદર્શન કરાયું હતું.  

અંતિમ સંદેશ:

કાર્યક્રમના અંતિમ ચરણમાં ભગવાન શ્રીરામચંદ્રજીની કથાના માધ્યમથી સમાજને સત્ય, ધર્મ અને ભક્તિનો સચોટ સંદેશ આપવામાં આવ્યો હતો. નૃત્ય દરમિયાન કલાકારોના હાવભાવ, પગની ચોક્કસ લય અને ઉત્કૃષ્ટ અભિનયે ઉપસ્થિત દર્શકોના મન મોહી લીધા હતા.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »