પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક સંપન્ન: છોટા ઉદેપુરમાં યોજાશે રાજ્યકક્ષાનો ભવ્ય કાર્યક્રમ

ગાંધીનગર / સ્ટેટ બ્રેકિંગ:

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિના પાવન અવસરે ગુજરાતભરમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ ની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે. આગામી ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન એક સપ્તાહ સુધી ચાલનારા આ મહોત્સવની તમામ તૈયારીઓ અને રૂપરેખાને આખરી ઓપ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.

 રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ અને વિસ્તૃત આયોજન:

આગામી ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે છોટા ઉદેપુર ખાતે મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. જ્યારે નાયબ મુખ્યમંત્રીશ્રી વલસાડ ખાતે યોજાનાર જનજાતિય ગૌરવ દિવસની ઉજવણીમાં સહભાગી થશે. આ ઉજવણી માત્ર આદિજાતિ વિસ્તારો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૫૫ વિધાનસભા ક્ષેત્રો તેમજ બિન આદિજાતિ ૨૦ જિલ્લાઓ અને ૧૭ મહાનગરપાલિકાઓમાં પણ જનભાગીદારીથી ઉત્સાહભેર ઉજવાશે.

 રૂ.૧૫૦૦ કરોડના લાભો અને સાંસ્કૃતિક આયોજનો:

આ સપ્તાહ દરમિયાન મહિલા સંમેલનો, યુવા સંવાદ, પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ અને ગ્રામ પંચાયત સ્તરે દીપોત્સવ જેવા બહુવિધ કાર્યક્રમોનું વિવિધ વિભાગોના સંકલનથી આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા ૩૨ હજારથી વધુ આદિજાતિ લાભાર્થીઓને અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના માતબર રકમનાં વિવિધ કલ્યાણકારી લાભો અર્પણ કરવામાં આવશે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »