ભાવનગર ખાખીની ખટપટ ગુજરાતનો લલકાર

ખેતરમાં જુવાર વચ્ચે ઉગાડ્યા હતા ગાંજાના છોડ: નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ ભાવનગર પોલીસનો મોટો સપાટો

ભાવનગર / ક્રાઈમ બ્રેકિંગ:

ભાવનગર જિલ્લામાં ‘નશામુક્ત ગુજરાત અભિયાન’ હેઠળ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને મહુવાના કાકીડી ગામની સીમમાં ચાલતા ગેરકાયદે ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે.

 જુવારની આડમાં ગાંજાની ખેતી: સચોટ બાતમીના આધારે બગદાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.કે. રાઠોડ અને ટીમ દ્વારા મેરપર વાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.જ્યાં આરોપી પરેશભાઈ ઉર્ફે પ્રવીણભાઈ ખાટાભાઈ ચાવડાની વાડીમાં જુવારના પાકની આડમાં ઉગાડેલા ગાંજાના ૧૯ લીલા છોડ મળી આવ્યા હતા.

 ₹૨.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત: પોલીસે સ્થળ પરથી ૫.૭૮૦ કિલોગ્રામ વજન ધરાવતા ગાંજાના ૧૯ લીલા છોડ (અંદાજિત કિંમત ₹૨,૮૯,૦૦૦) જપ્ત કરીને આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડ્યો છે.

 NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ: પોલીસે આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આ ગેરકાયદે ખેતી પાછળ અન્ય કોઈ મુખ્ય સૂત્રધારો કે નેટવર્ક સંકળાયેલું છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »