બ્રેકિંગ ન્યૂઝ ભારતનો લલકાર

સ્કૂલ-કોલેજ-ટ્રેન બધું બંધ

નેશનલ / વેધર બ્રેકિંગ:

બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું ‘અર્નબ’ (Cyclone Arnab) હવે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેને લઈને દેશના પૂર્વ અને દક્ષિણ ભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ અને પુડુચેરી જેવા રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે.

 ૫૩ ટ્રેનો રદ અને શાળાઓ બંધ:

વાવાઝોડાની ગંભીરતાને જોતા મુસાફરોની સુરક્ષા માટે રેલવે તંત્ર દ્વારા આગામી ૨૭ અને ૨૮ ઑક્ટોબર દરમિયાન કુલ ૫૩ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, ઓડિશા સરકાર દ્વારા સુરક્ષાના ભાગરૂપે પ્રભાવિત જિલ્લાઓમાં તમામ શાળા-કોલેજો અને આંગણવાડી કેન્દ્રો આગામી ૨ દિવસ માટે બંધ રાખવાનો મોટો નિર્ણય લેવાયો છે.

 તંત્ર દ્વારા રાહત અને બચાવની તૈયારીઓ:

NDRF અને રાજ્યની અન્ય બચાવ ટીમોને સ્ટેન્ડબાઈ રાખવામાં આવી છે જેથી કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળી શકાય.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »