મનોરંજન – નેશનલ / ક્રાઈમ બ્રેકિંગ:
મુંબઈમાં બોલિવૂડ કલાકારો પર ખતરો સતત વધી રહ્યો હોય તેમ બોલિવૂડના સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને પ્રખ્યાત પંજાબી સિંગર દિલજીત દોસાંઝને જાનથી મારી નાખવાની ધમકી આપતો એક સનસનાટીભર્યો ઈ-મેલ મુંબઈના મેયર ઋતુ તાવડેને મળતાં પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ છે.
‘જલસા’ બંગલો બોમ્બથી ઉડાવવાની ધમકી: ઈ-મેલમાં ૩૧ ઓક્ટોબરથી ૨૭ નવેમ્બર વચ્ચે અમિતાભ બચ્ચનના જુહૂ સ્થિત બંગલા ‘જલસા’ને બોમ્બથી નિશાન બનાવવાની વાત કરી છે, જેને ૧૯૮૪ના ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’નો બદલો ગણાવવામાં આવ્યો છે.
દિલજીત દોસાંઝ પર આત્મઘાતી હુમલાનો દાવો: ઈ-મેલમાં ખાલિસ્તાન સમર્થક નારા લખાયા છે. દિલજીતે અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કર્યા હોવાનો ઉલ્લેખ કરી ૨૭ નવેમ્બરે મહાલક્ષ્મી રેસકોર્સમાં તેમના પર આત્મઘાતી હુમલો કરવાની ધમકી અપાઈ છે.
ટાઇગર શ્રોફ પર ફાયરિંગ અને શાળાઓને મેઈલ: ૫ દિવસ પહેલાં જ જુહૂમાં ટાઇગર શ્રોફની કાર પર લોરેન્સ ગેંગ દ્વારા ફાયરિંગ કરાયું હતું. આ તરફ શુક્રવારે સવારે મુંબઈના દાદર વિસ્તારની ૪ જાણીતી શાળાઓને પણ ધમકીભર્યા મેઈલ મળતાં મુંબઈ પોલીસે સઘન તપાસ અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.