આંતરરાષ્ટ્રીય / રાજદ્વારી બ્રેકિંગ:
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો (Marco Rubio) ૨૦ ઓક્ટોબરથી ત્રણ દિવસની ભારત મુલાકાતે મુંબઈ આવી પહોંચ્યા છે. ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી યોજાયેલી આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
એસ. જયશંકર સાથે મુલાકાત: ભારત પહોંચતા જ વિદેશ મંત્રી એસ. જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે હાઇ-લેવલ બેઠક યોજાઈ હતી. જેમાં દ્વિપક્ષીય વેપાર, ઊર્જા સુરક્ષા, સંરક્ષણ સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી છે.
૨૬/૧૧ના પીડિતોને શ્રદ્ધાંજલિ: મુંબઈ રોકાણ દરમિયાન માર્કો રુબિયો ૨૬/૧૧ના આતંકી હુમલાના નિર્દોષ પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
ગુજરાત પ્રવાસ: પોતાની આ મુલાકાત દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી ગુજરાતના જામનગરમાં આયોજિત ઊર્જા સંબંધિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લેશે.