ધર્મનો લલકાર ભારતનો લલકાર

માં અંબાના ભક્તો માટે મોટા સમાચાર: માં અંબાના મંદિરની થીમ પર બનશે અંબાજી રેલવે સ્ટેશન!

અંબાજી / રેલવે વિકાસ બ્રેકિંગ:

યાત્રાધામ અંબાજી જતાં માઈભક્તો માટે રેલવે વિભાગ દ્વારા બહુ મોટી ભેટ આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તારંગાહિલ-અંબાજી-આબુ રોડ વચ્ચે ૧૧૭ કિલોમીટરની નવી રેલવે લાઇન નું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

 રૂ. ૩,૦૫૦ કરોડનો મેગા પ્રોજેક્ટ: અંદાજે રૂ. ૩,૦૫૦ કરોડના આકાશી ખર્ચે તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટમાં ૧૫ સ્ટેશનો, ૧૧ ટનલ, ૫૪ મોટા પુલ અને ૧૫૧ નાના પુલોનો સમાવેશ થાય છે.

 મંદિરની થીમ પર સ્ટેશન: નવું અંબાજી રેલવે સ્ટેશન ‘મંદિરની થીમ’ પર તૈયાર કરવામાં આવશે. જેમાં એરપોર્ટ કક્ષાની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 ૧૦૦ રૂમની હોટલ: અંબાજી દર્શને આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને રોકાણ માટે સ્ટેશન પરિસરમાં જ ૧૦૦ રૂમની બજેટ હોટલ પણ બનાવવામાં આવશે, જેથી યાત્રાળુઓની મુસાફરી વધુ સુગમ અને આરામદાયક બનશે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »