અમદાવાદ ખાખીની ખટપટ મહાનગરનો લલકાર

નવો રોડ બનાવી દીધો પણ રસ્તા વચ્ચેનું ઝાડ દૂર કરવાનું ભૂલી ગયા!: સ્થાનિકોની રજૂઆત છતાં કોર્પોરેશન ઘોર નિંદ્રામાં

અમદાવાદ

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનથી ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. રસ્તાની વચ્ચોવચ આવેલું એક મોટું ઝાડ વાહનચાલકો માટે સતત જોખમરૂપ બની રહ્યું છે અને આ જ ઝાડના કારણે બીજી વખત અકસ્માતની ઘટના સર્જાઈ છે.

 નવો રોડ બન્યો પણ ઝાડ ન હટાવાયું: સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, થોડા સમય પહેલાં જ આ રોડનું નવું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ રસ્તાની વચ્ચે નડતરરૂપ આટલું મોટું ઝાડ હટાવવાની તંત્રે તસ્દી લીધી નથી.

 રજૂઆતો એળે ગઈ: સ્થાનિકો દ્વારા વારંવાર કોર્પોરેશન અને સંબંધિત અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.

 મોટી દુર્ઘટનાની રાહ કેમ?: આ રોડ આગળ જઈને એસપી રિંગ રોડ સાથે જોડાતો હોવાથી અહીંથી દિવસ-રાત ભારે વાહનવ્યવહાર પસાર થાય છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી હોનારત કે જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે?

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »