ગુજરાત / રાજકીય બ્રેકિંગ:
રાજ્યમાં અવારનવાર થતા વીજકાપ અને લોડ શેડિંગની ગંભીર સમસ્યાને લઈને આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય હેમંત ખવા એ ફરી એકવાર મુખ્યમંત્રીશ્રીને અપીલ કરીને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
તંત્ર પર આક્રમક પ્રહાર: હેમંત ખવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “તંત્ર દ્વારા લોડ શેડિંગના નામે અવારનવાર અને વગર જાહેરાતે વીજળી કાપી નાખવામાં આવે છે, જેના કારણે પ્રજા ભારે મુશ્કેલી ભોગવી રહી છે.”
વીજળી સરપ્લસ પર સવાલ: તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, “જો ગુજરાત વીજળી બાબતે સરપ્લસ (જરૂરિયાત કરતાં વધુ વીજ ઉત્પાદન ધરાવતું) રાજ્ય હોય, તો પછી પ્રશ્ન એ થાય છે કે આ આટલી બધી વીજળી જાય છે ક્યાં?”
મુખ્યમંત્રીને તાકીદની અપીલ: ધારાસભ્યે મુખ્યમંત્રીને રજૂઆત કરતાં જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકો અને ખેડૂતોને હાલાકીમાંથી મુક્તિ અપાવવા વહેલામાં વહેલી તકે આ વીજકાપની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.