રાજકોટ જિલ્લાના લાખો પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે અત્યંત આનંદ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પશુપાલકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા દૂધના ખરીદી ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹20નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભાવ વધારો આગામી 1 ડિસેમ્બર, 2026થી અમલમાં મૂકવામાં આવશે.
આ પણ વાંચો: બાંગ્લાદેશના સ્ટાર બેટ્સમેન મુશફિકુર રહીમનો મોટો નિર્ણય
સંઘના આ નિર્ણય મુજબ, પ્રતિ કિલો ફેટે ₹20ના વધારા સાથે હવે દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ દીઠ ₹890 ચૂકવવામાં આવશે. પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો માટે અગાઉના ખરીદી ભાવની સરખામણીએ આ વધારો નોંધપાત્ર આર્થિક રાહત અને ટેકો પૂરો પાડશે, જેના કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
