ગાંધીનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ડભોડા નજીકના શાહપુર ગામ પાસેથી અફીણના જથ્થા સાથે રાજસ્થાનના એક શખ્સને ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રીએ દ્વારકાના મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી
મળતી વિગતો અનુસાર, ગાંધીનગર SOGની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક શખ્સ માદક પદાર્થનો જથ્થો લઈને શાહપુર ગામ નજીક આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં જણાતા રાજસ્થાનના શખ્સને અટકાવી તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન તેની પાસેથી ₹84,000ની કિંમતનું 168 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી અફીણનો જથ્થો, એક મોબાઇલ ફોન અને વજનકાંટો મળીને કુલ ₹94,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ડભોડા પોલીસ સ્ટેશનમાં NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ હેઠળ ગુનો નોંધીને આ અફીણનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

1 thought on “ગાંધીનગર SOGની મોટી કાર્યવાહી”