અમદાવાદ / હાઇકોર્ટ બ્રેકિંગ:
ગાંધીનગરના ચકચારી ખોરજ ગામની રૂ. ૧૫૦ કરોડની કિંમતી જમીન વિવાદ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદીશ ઠાકોર સામે નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદ (FIR) ને ગુજરાત હાઇકોર્ટે રદ્દ કરી દીધી છે. આ સાથે જ કોર્ટે તપાસ કરનાર પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા આકરી ટિપ્પણી કરી છે.
ફરિયાદીનો ચોંકાવનારો ખુલાસો અને કોર્ટની ટિપ્પણી:
સુનાવણી દરમિયાન ખુદ ફરિયાદીએ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે વાસ્તવમાં અપહરણ જેવી કોઈ ઘટના બની જ નહોતી અને પોલીસે દબાણ કરીને તેમના પર સહી કરાવી લીધી હતી. આ હકીકત સામે આવતા ગુસ્સે ભરાયેલી હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરતા નોંધ્યું હતું કે, “પોલીસને પગાર ઓછો પડે છે! પોલીસ પૈસા લઈને કોર્ટનું કામ કરી શકે નહીં.”
જગદીશ ઠાકોરને મોટી રાહત:
અદાલતે સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને જગદીશ ઠાકોર સામેની ફરિયાદ રદ્દ કરવાની અરજીને સર્વાનુમતે માન્ય રાખી છે, જેનાથી કોંગ્રેસ નેતાને મોટી કાનૂની રાહત મળી છે.
