બ્રેકિંગ ન્યૂઝ લાઇફસ્ટાઇલ ગ્લોબલ ન્યૂઝ

બ્રિટિશ સ્કોચ વ્હિસ્કીની આયાતમાં રેકોર્ડબ્રેક ૧૦૦૦%નો ઉછાળો

બિઝનેસ / ટ્રેડ બ્રેકિંગ:
ભારત અને બ્રિટન વચ્ચે તાજેતરમાં અમલમાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની વ્યાપારી બજાર પર જબરદસ્ત અસર જોવા મળી રહી છે. કરારના અમલ બાદ દેશમાં બ્રિટનથી થતી બલ્ક સ્કોચ વ્હિસ્કીની આયાતમાં રેકોર્ડબ્રેક ૧,૦૦૦ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે, જેના કારણે વ્હિસ્કી બજારમાં ઉત્સાહનો માહોલ છે.
ટેરિફ ઘટાડાથી આયાતમાં મોટો ઉછાળો:
ગત ૧૫ જુલાઈ ૨૦૨૬ થી અમલી બનેલા આ વ્યાપારી કરાર હેઠળ સ્કોચ વ્હિસ્કી પર લાગતી આયાત ડ્યૂટી (ટેરિફ) ૧૫૦ ટકાથી ઘટાડીને સીધી ૭૫ ટકા કરી દેવામાં આવી હતી. આ ટેરિફ કટના પરિણામે માત્ર ઓગસ્ટ ૨૦૨૬ ના એક જ મહિનામાં ભારત સરકારે બ્રિટનથી આશરે ₹૧૧૭ કરોડ ($૧૨.૩૯ મિલિયન)ની કિંમતની બલ્ક સ્કોચ વ્હિસ્કીની આયાત કરી છે.
આગામી સમયમાં વેપાર વધવાની શક્યતા:
આ ટેરિફ રાહત મળવાથી ભારતીય બજારમાં બ્રિટિશ બ્રાન્ડ્સની ઉપલબ્ધતા અને વેપારમાં વધુ તેજી આવવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

You may also like

NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
લાઇફસ્ટાઇલ ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ધર્મનો લલકાર

ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાના નામે ફ્રોડ

બેંક અધિકારીઓ તરીકે ઓળખ બનાવીને ફોન કરે છે; OTP છેતરપિંડીથી કેવી રીતે બચવું તે જાણો
Translate »