બ્રેકિંગ ન્યૂઝ લાઇફસ્ટાઇલ ધર્મનો લલકાર ભારતનો લલકાર મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show

સારા અલી ખાનની કેદારનાથ મુલાકાત પર વિવાદ

એન્ટરટેઈનમેન્ટ / નેશનલ બ્રેકિંગ:

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) અક્ષરસઃ પોતાની આગવી શૈલી અને ધાર્મિક સ્થળોની મુલાકાતો માટે જાણીતી છે, પરંતુ તેની કેદારનાથ મંદિરની મુલાકાત અને ત્યાં કરવામાં આવેલી પૂજા-પ્રાર્થના હવે એક મોટા વિવાદના ભંવરમાં ફસાઈ ગઈ છે. આ મામલે ઉત્તર પ્રદેશના અગ્રણી ઇસ્લામિક મૌલવી અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવી દ્વારા એક સખત નિવેદન અને ફતવો જાહેર કરવામાં આવ્યો છે.

 શરિયત વિરુદ્ધ અને ‘હરામ’ હોવાનો દાવો:

મૌલાના શહાબુદ્દીન રઝવીએ એક વીડિયો સંદેશ જારી કરીને જણાવ્યું છે કે ઇસ્લામ અને શરિયતના કાયદા મુજબ મુસ્લિમ ધર્મ પાળતી વ્યક્તિ દ્વારા અન્ય ધર્મના પૂજાસ્થળો પર જઈને પૂજા-અર્ચના કરવી કે માથા ટેકવવું એ ગેરકાયદેસર અને ‘હરામ’ કૃત્ય છે.

 તૌબા કરવાની માંગ:

મૌલવીએ અભિનેત્રીને આકરા શબ્દોમાં તાકીદ કરી છે કે તેમણે આ પ્રકારના કાર્યોથી દૂર રહેવું જોઈએ અને પોતાના આ કૃત્ય માટે અલ્લાહ પાસે ક્ષમા માંગીને ‘તૌબા’ (માફી) કરવી જોઈએ. આ નિવેદન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા અને ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »