ગ્લોબલ / ઇન્ટરનેશનલ બ્રેકિંગ:
ભારતીય પાયલટોએ સમગ્ર વિશ્વમાં પોતાની સૂઝબૂઝ અને બહાદુરીથી દેશનું નામ રોશન કર્યું છે, જેમાં વધુ એક ગૌરવવંતા પ્રકરણનો ઉમેરો થયો છે. યુનાઇટેડ અબબ એમિરેટ્સ (UAE) દ્વારા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને દેશના સર્વોચ્ચ એવા ‘ઝાયેદ II- ફર્સ્ટ ક્લાસ’ (Zayed II – First Class) સન્માનથી નવાજવામાં આવ્યા છે.
પ્રાણસંકટની સ્થિતિમાં મુસાફરોનો બચાવ:
ઘટના અગાઉ ફ્લાયદુબઈ (Flydubai) ની ફ્લાઇટમાં સહ-પાયલટ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો હતો અને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ અત્યંત ગંભીર અને જીવસંઘર્ષની સ્થિતિમાં કેપ્ટન સ્મિત મચ્છરે અદ્ભુત સમયસૂચકતા અને બહાદુરી દાખવીને વિમાનને સુરક્ષિત ઉતાર્યું હતું અને સેંકડો મુસાફરોના જીવ બચાવ્યા હતા.
રાષ્ટ્રપતિ અને રાજકુમાર દ્વારા વિશેષ સન્માન:
આ સાહસિક કાયૅની નોંધ લઈને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદે કેપ્ટન મચ્છરને ભેટાઈને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત દુબઈના રાજકુમારે પણ સ્મિત મચ્છરની અદમ્ય હિંમત અને કર્તવ્યનિષ્ઠાના ભરપૂર વખાણ કરી તેમને દેશની શાન અને ઓળખ ગણાવ્યા છે.