બનાસકાંઠા / ડેવલપમેન્ટ બ્રેકિંગ:
બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે આગામી ૩૦ ઑક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એક અત્યંત મહત્વપૂર્ણ અને ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને તંત્ર અને રાજકીય નેતાઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
નેતાઓની ઉપસ્થિતિ અને સ્થળ નિરીક્ષણ:
કાર્યક્રમની આખરી તૈયારીઓ અને વ્યવસ્થાઓનો તાગ મેળવવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મંત્રી જીતુ વાઘાણી, મંત્રી પ્રવિણ માળી, સ્વરૂપજી ઠાકોર તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને બનાસકાંઠા-વાવ થરાદના ધારાસભ્યો ભીલડી પહોંચ્યા હતા. તેમની સાથે કલેક્ટર અને એસપી સહિતનું વહીવટી તંત્ર પણ ઉપસ્થિત રહ્યું હતું.
₹૩૨૫ કરોડના ખર્ચે અત્યાધુનિક સેન્ટર:
ભીલડી ખાતે ૧૨૭ એકર વિશાળ જમીનમાં રૂ. ૩૨૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિચાર્જ સેન્ટર’ (BBBRC) દેશના પશુપાલકોને સમર્પિત કરવામાં આવશે. વિજ્ઞાનની મદદથી ખેડૂતના ફાર્મ ઉપર એમ્બ્રિઓ તૈયાર કરીને ઉત્તમ નસ્લના વાછરડાઓ તૈયાર કરવાની આ અદભુત સુવિધાથી પશુપાલકોને મોટો આર્થિક લાભ થશે. આ ઉપરાંત વડાપ્રધાન બનાસ ડેરીના અન્ય પાંચ પ્રોજેક્ટ્સનું ખાતમુરત અને લોકાર્પણ પણ કરશે.