ધર્મ અને તહેવાર / લાઇફસ્ટાઇલ બ્રેકિંગ:
હિન્દુ ધર્મમાં અખંડ સૌભાગ્ય અને પતિની દીર્ઘાયુ માટે રાખવામાં આવતા અત્યંત પવિત્ર તહેવાર ‘કરવાચોથ’ને લઈને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિન્દુ પંચાંગ અનુસાર, આવતીકાલે સમગ્ર દેશમાં શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે કરવાચોથનું વ્રત ઉજવવામાં આવશે.
પૂજાનો શુભ મુહૂર્ત અને સમય:
માન્યતા અનુસાર દ્ર્યોદય સમયે જે તિથિ ઉપલબ્ધ હોય તે જ દિવસે આ વ્રત રાખવામાં આવે છે. પંચાંગ મુજબ વ્રતનો પ્રારંભ ૨૯ ઑક્ટોબરના રોજ રાત્રે આશરે ૧:૦૬ વાગ્યે થશે અને તેની પૂર્ણાહુતિ રાત્રે ૧૦:૦૯ વાગ્યે થશે. આ વર્ષે કરવાચોથની પૂજા માટે સૌથી ઉત્તમ અને ફળદાયી શુભ મુહૂર્ત સાંજે ૫:૩૮ થી લઈને સાંજે ૬:૫૬ સુધી (કુલ ૧ કલાક ૫૮ મિનિટ) રહેશે.
વ્રતનું મહત્ત્વ:
આ શુભ સમય દરમિયાન માતા પાર્વતી, શિવજી અને કાર્તિકેયની પૂજા-અર્ચના કરવાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. સાંજે પૂજા કર્યા બાદ મહિલાઓ ચંદ્રદર્શન કરીને પોતાનું વ્રત પૂર્ણ કરશે.