ગાંધીનગર / રાજકીય અને લીગલ બ્રેકિંગ:
આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાંથી મોટી આંશિક રાહત મળી છે. ચૈતર વસાવા દ્વારા તેમના બીમાર ભાઈને રૂબરૂ મળીને ખબર-અંતર પૂછવા માટે ખાસ વચગાળાના જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટનો માનવતાવાદી અભિગમ:
સુપ્રીમ કોર્ટે આ મામલે માનવતાવાદી અભિગમ દાખવીને ચૈતર વસાવાની વચગાળાના જામીનની અરજી સ્વીકારી લીધી છે અને તેમને ૩ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
ભાઈની મુલાકાત માટે મંજૂરી:
આ જામીન મળ્યા બાદ ચૈતર વસાવા પોતાના બીમાર ભાઈની મુલાકાત લઈ શકશે. સર્વોચ્ચ અદાલતના આ આદેશ બાદ ચૈતર વસાવાના સમર્થકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં રાહતનો અનુભવ જોવા મળી રહ્યો છે.