નેશનલ / વેધર બ્રેકિંગ:
દેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય બાદ હવે ચક્રવાત (Cyclone) અને ભારે વરસાદનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ, આગામી ૨૬ ઑક્ટોબરે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી અને પંજાબ સહિત દેશના ૧૪ જેટલા રાજ્યોમાં ભારે વરસાદ ખાબકી શકે છે.
૮૫ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા:
હવામાન વિભાગના અનુમાન મુજબ, આ બદલાયેલી સિસ્ટમ દરમિયાન પવનની ઝડપ પ્રતિ કલાક ૮૫ કિલોમીટર સુધી પહોંચી શકે છે, જેને લઈને તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
બંગાળની ખાડીમાં નવું જોખમ:
બીજી તરફ, બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી એક શક્તિશાળી હવામાન પ્રણાલી આગામી ૨૮ ઑક્ટોબરની આસપાસ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પહોંચશે, જેના કારણે દક્ષિણ અને પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોખમ વધી ગયું છે.