ભારતનો લલકાર મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ખાખીની ખટપટ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ બાદ હવે બિગ બી ટાર્ગેટ પર: મુંબઈની જાણીતી શાળાઓને પણ મળ્યા બોમ્બના ધમકીભર્યા મેઈલ

મનોરંજન – નેશનલ / ક્રાઈમ બ્રેકિંગ:

મુંબઈમાં બોલિવૂડ કલાકારો પર ખતરો સતત વધી રહ્યો હોય તેમ બોલિવૂડના સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને પ્રખ્યાત પંજાબી સિંગર દિલજીત દોસાંઝને જાનથી મારી નાખવાની ધમકી આપતો એક સનસનાટીભર્યો ઈ-મેલ મુંબઈના મેયર ઋતુ તાવડેને મળતાં પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ છે.

 ‘જલસા’ બંગલો બોમ્બથી ઉડાવવાની ધમકી: ઈ-મેલમાં ૩૧ ઓક્ટોબરથી ૨૭ નવેમ્બર વચ્ચે અમિતાભ બચ્ચનના જુહૂ સ્થિત બંગલા ‘જલસા’ને બોમ્બથી નિશાન બનાવવાની વાત કરી છે, જેને ૧૯૮૪ના ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’નો બદલો ગણાવવામાં આવ્યો છે.

 દિલજીત દોસાંઝ પર આત્મઘાતી હુમલાનો દાવો: ઈ-મેલમાં ખાલિસ્તાન સમર્થક નારા લખાયા છે. દિલજીતે અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કર્યા હોવાનો ઉલ્લેખ કરી ૨૭ નવેમ્બરે મહાલક્ષ્મી રેસકોર્સમાં તેમના પર આત્મઘાતી હુમલો કરવાની ધમકી અપાઈ છે.

 ટાઇગર શ્રોફ પર ફાયરિંગ અને શાળાઓને મેઈલ: ૫ દિવસ પહેલાં જ જુહૂમાં ટાઇગર શ્રોફની કાર પર લોરેન્સ ગેંગ દ્વારા ફાયરિંગ કરાયું હતું. આ તરફ શુક્રવારે સવારે મુંબઈના દાદર વિસ્તારની ૪ જાણીતી શાળાઓને પણ ધમકીભર્યા મેઈલ મળતાં મુંબઈ પોલીસે સઘન તપાસ અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »