ગુજરાત / રાજકીય બ્રેકિંગ:
રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓ અંગે બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશનને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સરકાર પર તીખા બાણ છોડતા ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે આ નોટિફિકેશનને ગુજરાતના ગરીબ બાળકો અને વાલીઓનું ઘોર અપમાન ગણાવ્યું છે.
શાળાઓની પોલ છુપાવવાનો પ્રયાસ: ઇસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા ૩૦ વર્ષમાં સરકારી શાળાઓને બરબાદ કરીને ભાજપના નેતાઓએ પોતાની ખાનગી સ્કૂલો શરૂ કરી છે. એક શિક્ષકથી ચાલતી અને જર્જરિત શાળાઓની વાસ્તવિકતા અને પોલ ખુલ્લી ન પડી જાય તે માટે સરકારે આ “કાળો પરિપત્ર” બહાર પાડ્યો છે.
કેજરીવાલ મોડેલ સાથે સરખામણી: તેમણે જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે દિલ્હીની શાળાઓને વર્લ્ડ ક્લાસ બનાવીને દુનિયાને બતાવી છે, જ્યારે ભાજપ સરકાર ગુજરાતની શાળાઓની બદતર હાલત છુપાવવા પ્રયાસો કરી રહી છે.
જનતાને સોશિયલ મીડિયા પર એક થવા આહ્વાન: શાળાઓની સાચી પરિસ્થિતિ ઉજાગર કરનારા વાલીઓ અને યુવાનો સામે POCSOની ધમકીઓ અપાતી હોવાનો ગંભીર આરોપ મૂકીને તેમણે ગુજરાતની જનતાને ભાજપની પોલ ખોલવા સોશિયલ મીડિયા પર એક થવા હાકલ કરી છે.