દેશ / દિલ્હી પ્રદૂષણ બ્રેકિંગ:
રાજધાની દિલ્હી અને સમગ્ર NCR માં હવામાની ગુણવત્તા ખાડામાં જતાં પ્રદૂષણનું સ્તર વણસ્યું છે. વધતી પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ત્વરિત ધોરણે GRAP 1 (Graded Response Action Plan) લાગુ કરી દેવામાં આવ્યો છે.
તંદૂર પર પ્રતિબંધ: GRAP-1 ના અમલીકરણ બાદ પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાશે. હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખુલ્લી ખાદ્ય દુકાનો કે ઢાબા પર તંદૂર માટે કોલસા કે લાકડાના ઉપયોગ પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. હવે માત્ર ગેસ, વીજળી કે ક્લીન ફ્યુઅલથી ચાલતા સાધનો જ વાપરી શકાશે.
ડીઝલ જનરેટર પર રોક: સામાન્ય વીજ પુરવઠા માટે ડીઝલ જનરેટર સેટના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
તંત્ર આક્રમક: કન્સ્ટ્રક્શન સાઇટો પર ધૂળ નિયંત્રણ, કચરો ખુલ્લામાં સળગાવવા સામે દંડ અને ટ્રાફિક વ્યવસ્થા સઘન બનાવીને પ્રદૂષણ ડામવા પ્રયાસો તેજ કરાયા છે.