ગાંધીનગર / ઇન્ટરનેશનલ અપડેટ:
આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ધ્યાનમાં રાખીને રાજ્યમાં મોટા પાયે વિદેશી મૂડીરોકાણ અને નવી ટેકનોલોજી આકર્ષવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાપાન અને દક્ષિણ કોરિયાના એક સપ્તાહના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થયા છે.
૬ સિનિયર અધિકારીઓનું ડેલિગેશન: નાયબ મુખ્યમંત્રી સાથે ગુજરાત સરકારના ૬ ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ આ આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં જોડાશે.
૫ અગ્રણી શહેરોમાં બેઠકો: એક સપ્તાહ દરમિયાન હર્ષ સંઘવી જાપાનના ઓસાકા, કોબે, ટોક્યો તેમજ દક્ષિણ કોરિયાના દેગુ અને સિયોલ ખાતે અગ્રણી ઉદ્યોગપતિઓ અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજશે.
નવા પ્રોજેક્ટ્સ અને ટેકનોલોજી પર ભાર: આ પ્રવાસ દરમિયાન ગુજરાતમાં નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ સ્થાપવા, મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રે રોકાણની તકો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવશે.