ગુજરાત / ગરબા કોન્ટ્રોવર્સી:
નવરાત્રિમાં ગરબાના શોખીનો માટે મોંઘાડાટ પ્રીમિયમ પાસ ખરીદીને જવું હવે જોખમી સાબિત થઈ રહ્યું છે. પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીના ગરબા મહોત્સવમાં આયોજકોની ઘોર બેદરકારી સામે આવતાં ગરબે રમવા આવેલા ખેલૈયાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
પગમાં ખિલ્લીઓ વાગતાં આક્રોશ: ગરબા ગ્રાઉન્ડ પર યોગ્ય સફાઈ અને પ્લેટફોર્મિંગના અભાવે જમીન પર લોખંડની ખિલ્લીઓ (કિલ્લીઓ) વેરવિખેર પડી હતી. ઉઘાડા પગે ગરબે રમી રહેલા અનેક ખેલૈયાઓના પગમાં આ ખિલ્લીઓ વાગતાં તેઓ લોહીલુહાણ થયા હતા.
વીડિયો બનાવી ભડાસ ઠાલવી: હજારો રૂપિયા ખર્ચીને પ્રીમિયમ પાસ ખરીદીને આવેલા ખેલૈયાઓએ આયોજકોની આ ગંભીર બેદરકારી અને સુરક્ષાના ધજાગરા ઉડાવતી વ્યવસ્થા સામે સ્થળ પર જ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોતાની ભડાસ ઠાલવી હતી.
સુરક્ષા સામે મોટા સવાલો: ખેલૈયાઓ પાસેથી મસમોટા રૂપિયા ઉઘરાવતા આયોજકો ગ્રાઉન્ડની પ્રાથમિક સુરક્ષા પૂરી પાડવામાં પણ નિષ્ફળ જતાં વિવાદ ઘેરો બન્યો છે.
ગરબાની રમઝટ વચ્ચે ખેલૈયાઓના પગમાં ખિલ્લીઓની ઝંઝટ: કીર્તિદાન ગઢવીના ગરબામાં આયોજકોની ગંભીર બેદરકારી સામે આક્રોશ!