અમદાવાદ / આરોગ્ય વિભાગ એક્શન:
અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. તેના ભાગરૂપે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા ગોતા વિસ્તારમાં સોસનું ઉત્પાદન કરતી એક ફેક્ટરી પર આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ દરોડા પાડ્યા છે.
ગુણવત્તા અને પ્રોડક્શનની તપાસ: દરોડા દરમિયાન ટીમ દ્વારા ફેક્ટરીમાં સોસ બનાવવા માટે વપરાતા રો-મટિરિયલ, કેમિકલ્સ અને એકંદર ગુણવત્તાની કડક ચકાસણી કરવામાં આવી રહી છે.
સેમ્પલિંગ હાથ ધરાયું: આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પરથી સોસના વિવિધ સેમ્પલો લઈને તેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આગામી સમયમાં ખુલાસા શક્ય: ફેક્ટરીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન હાઇજીન અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થતું હતું કે નહીં તે અંગે તપાસ બાદ વધુ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.