અમદાવાદ / ગરબા કોન્ટ્રોવર્સી:
અમદાવાદના ‘રંગ મોરલા’ ગરબામાં બિન-હિન્દુઓને બહાર નીકળી જવાની જાહેરાત બાદ સિંગર આદિત્ય ગઢવી અને હાર્દિક દવે વચ્ચે શરૂ થયેલા વિવાદમાં હવે ફાયરબ્રાન્ડ વક્તા કાજલ હિન્દુસ્તાનીએ ઝંપલાવ્યું છે. કાજલ હિન્દુસ્તાનીએ આ મુદ્દે અત્યંત આકરા શબ્દોમાં કટાક્ષ કરતા સોશિયલ મીડિયા પર નવો ગરમાવો લાવી દીધો છે.
ઘરે બોલાવી રમાડવા કટાક્ષ: કાજલ હિન્દુસ્તાનીએ નિવેદન આપતાં કહ્યું કે, જો તમારે લઘુમતી સમુદાયને પ્રોત્સાહન જ આપવું હોય તો તેમને પોતાના ઘરે બોલાવો અને પોતાની બહેન-દીકરીઓ સાથે ગરબે રમાડો.
“ભજન બંધ કરી કવાલી ગાઓ”: તેમણે આગળ આકરો પ્રહાર કરતા ઉમેર્યું હતું કે, આવી રીતે હિન્દુ તહેવારોનું બિનસાંપ્રદાયિકરણ કરવાને બદલે હવેથી ભજન ગાવાનું બંધ કરીને કવાલી ગાવાનું શરૂ કરી દેવું જોઈએ.
સોશિયલ મીડિયામાં ઘમાસાણ: આદિત્ય ગઢવીના “ગરબામાં પ્રેમ અને ભક્તિ” વાળા વલણ સામે કાજલ હિન્દુસ્તાનીના આ આકરા નિવેદન બાદ નેટીઝન્સ અને ખેલૈયાઓ બે જૂથમાં વહેંચાઈ ગયા છે અને વિવાદ વધુ ઘેરો બન્યો છે.