અમરેલી / જાફરાબાદ ક્રાઇમ:
અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાંથી શિક્ષણ જગતને શરમસાર કરતી અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં એક સરકારી શાળાના શિક્ષક પર પોતાની જ શાળાની ચાર સગીર વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
ચા બનાવવાના બહાને કૃત્ય: મળતી માહિતી મુજબ, આરોપી શિક્ષક ધોરણ ૮માં અભ્યાસ કરતી બાળકીઓને ચા બનાવવાના બહાને બોલાવતો હતો અને છેલ્લા બે વર્ષથી તેમની સાથે દુષ્કર્મ આચરતો હોવાનો સળગતો આક્ષેપ થયો છે.
આરોપી શિક્ષકની ધરપકડ: આ મામલે ફરિયાદ નોંધાતા જ જાફરાબાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી શિક્ષક રામશંકર પંડ્યાની ધરપકડ કરી લીધી છે.
POCSO હેઠળ કડક ગુનો: પોલીસે આરોપી સામે પોક્સો (POCSO) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને બાળકીઓની સુરક્ષા અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.