જામનગર / વીઆઈપી મૂવમેન્ટ:
ગુજરાતના જામનગર એરપોર્ટ પર આજે ફરી એકવાર બોલિવૂડ, સાઉથ સિનેમા અને ક્રિકેટ જગતના દિગ્ગજ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો છે. એક પછી એક જાણીતી હસ્તીઓના આગમનથી એરપોર્ટ પરિસરમાં ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
એમ.એસ. ધોની પરિવાર સાથે પહોંચ્યા: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) પોતાના પરિવાર સાથે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
બોલિવૂડ અને સાઉથના સિતારા: સાઉથ ફિલ્મોના પ્રખ્યાત ડાયરેક્ટર એટલી કુમાર (Atlee) પરિવાર સાથે તેમજ બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનન (Kriti Sanon) નું પણ જામનગરમાં ભવ્ય સ્વાગત કરાયું હતું.
રિલાયન્સ તરફ રવાના: એરપોર્ટ પર લેન્ડ થયા બાદ તમામ ગ્લેમર અને સ્પોર્ટ્સ સેલિબ્રિટીઝ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રિલાયન્સ કોમ્પ્લેક્સ ખાતે જવા રવાના થઈ ગયા હતા.
આ પણ વાંચો: ઈમરાન ખાનને ભારત છોડવાની નોટિસ મળતાં બોલિવુડમાં ખળભડાટ