અમદાવાદ: અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી અબજોની જમીન મામલે ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટ ની ડિવિઝન બેન્ચે આસારામ આશ્રમ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે. આ સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની બાજુમાં આવેલી અંદાજે 45,000 ચોરસ મીટરથી વધુની પ્રાઇમ જમીન પરત લેવાની રાજ્ય સરકારની કાર્યવાહીને લીલી ઝંડી મળી ગઈ છે.
GPS Technology અને વૈજ્ઞાનિક પુરાવા બન્યા નિર્ણાયક
આ કેસમાં રાજ્ય સરકાર દ્વારા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને દબાણ સાબિત કરવામાં આવ્યું હતું.
-
સરકારી વકીલે કોર્ટમાં GPS-based Satellite Measurement રજૂ કરી હતી, જેણે સાબિત કર્યું કે આશ્રમે ફાળવેલી મર્યાદા કરતા વધુ જમીન પર અતિક્રમણ કર્યું છે.
-
સરકારી રેકોર્ડ મુજબ 33,980 ચો.મી. જમીન ફાળવાઈ હતી, પરંતુ વાસ્તવિક કબજો 50,000 ચો.મી. સુધી વિસ્તરેલો હતો.
-
આશ્રમે અનેક બાંધકામો લીગલ પરમિશન વગર કર્યા હોવાનું કોર્ટમાં સ્પષ્ટ થયું હતું.
કોર્ટે આશ્રમને ગણાવ્યું ‘Habitual Offender'(આદત મુજબ ગુનો કરનાર)
હાઈકોર્ટે પોતાના અવલોકનમાં આશ્રમ ટ્રસ્ટની ઝાટકણી કાઢતા તેને Habitual Offender (આદત મુજબ ગુનો કરનાર) ગણાવ્યું છે. બેન્ચે નોંધ્યું કે:
-
ટ્રસ્ટે વારંવાર જમીનની શરતોનો ભંગ કર્યો છે.
-
જાહેર જમીન પર મોટા પાયે Land Encroachment કરવામાં આવ્યું છે.
-
ગેરકાયદે બાંધકામોને Regularization કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.
Olympics અને સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે મહત્વનો નિર્ણય
આ જમીન Sardar Patel Sports Enclave ની બિલકુલ બાજુમાં આવેલી છે. રાજ્ય સરકાર આ વિસ્તારને Commonwealth Games 2030 અને ઓલિમ્પિકના આયોજન માટે વિકસાવવા માંગે છે. 500 કરોડની બજાર કિંમત ધરાવતી આ જમીન પરથી હવે 32 Illegal Structures દૂર કરવા માટે Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવશે.
જાન્યુઆરી 2026 માં AMC એ આશ્રમની Impact Fee ની અરજી પણ નામંજૂર કરી દીધી હતી, જેનાથી હવે આશ્રમના ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો માર્ગ સાફ થઈ ગયો છે.