ભાવનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar: ડુંગળીના ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં ચાલતી Fake Liquor Factory ઝડપાઈ; સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ભાવનગર Parole Furlough Squad એ પાડ્યો દરોડો

ભાવનગરના મહુવા તાલુકામાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહુવાના હરીપરા રોડ પર આવેલા એક ડુંગળી પીલવાના Dehydration Plant ના પાછળના ભાગે ધમધમતી Fake Liquor Factory નો પર્દાફાશ થયો છે. આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક પોલીસને આ અંગે કોઈ ગંધ સુધ્ધાં આવી નહોતી, ત્યારે ભાવનગરની ટીમે દરોડો પાડી આખા રેકેટને ખુલ્લું પાડ્યું છે.

કેપ્ટન ફૂડ ડીહાઇડ્રેશન પ્લાન્ટના ઓથા હેઠળ કાળો કારોબાર

બાતમીના આધારે Bhavnagar Parole Furlough Squad દ્વારા હરીપરા રોડ પર આવેલા Captain Food Dehydration પ્લાન્ટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પ્લાન્ટના પાછળના ભાગે આવેલા એક રૂમમાં ગેરકાયદેસર રીતે Duplicate Liquor Production કરવામાં આવી રહ્યું હતું.

  • મુદ્દામાલ: દરોડા દરમિયાન પોલીસને મોટી માત્રામાં વિવિધ નામી બ્રાન્ડની ખાલી અને ભરેલી બોટલો મળી આવી છે.

  • મટીરીયલ: દારૂ બનાવવાની સામગ્રી, કેમિકલ અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

  • ધરપકડ: પોલીસે સ્થળ પરથી 6 Accused ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહુવા પોલીસની કામગીરી પર સવાલોના ઘેરામાં

આ ઘટના બાદ સ્થાનિક મહુવા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

  1. આટલા મોટા પાયે Illegal Factory ચાલતી હતી તો લોકલ પોલીસ કેમ અજાણ હતી?

  2. શું આ Fake Liquor Network માં સ્થાનિક કોઈ હપ્તાખોરી ચાલતી હતી?

  3. ભાવનગરની ટીમે દરોડો પાડ્યો તે સાબિત કરે છે કે સ્થાનિક બાતમીદારોનું નેટવર્ક ફેઈલ ગયું છે.

હાલમાં પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ તેજ કરી છે. આ Fake Liquor બજારમાં ક્યાં સપ્લાય થતો હતો અને આ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »