રમતગમતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વૈભવ સૂર્યવંશીએ ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કરી સચિન તેંડુલકરનો ૩૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

અમદાવાદ: ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આજે એક નવો સુવર્ણ અધ્યાય લખાયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી T20 સિરીઝની બીજી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જ્યાં ૧૫ વર્ષના ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Sooryavanshi) ભારતીય ટીમમાં સત્તાવાર રીતે ડેબ્યૂ કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ તેણે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો ૩૭ વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ તોડી નાખ્યો છે.

માત્ર ૧૫ વર્ષ અને ૯૯ દિવસની ઉંમરે મેળવી ડેબ્યૂ કેપ

આયર્લેન્ડ સિરીઝથી જ ક્રિકેટ ફેન્સ જેમના ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે વૈભવ સૂર્યવંશીએ માત્ર ૧૫ વર્ષ અને ૯૯ દિવસની ઉંમરે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમીને આ અદ્ભુત સિદ્ધિ મેળવી છે. મેચ શરૂ થાય તે પહેલાં તેને ભારતીય ટીમના યુવા ક્રિકેટર તિલક વર્મા દ્વારા સત્તાવાર ડેબ્યૂ કેપ આપવામાં આવી હતી. આ પદાર્પણ સાથે જ વૈભવ હવે પુરુષોના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

સચિન તેંડુલકરનો ૩૭ વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત

આ અગાઉ પુરુષોના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ભારતીય ડેબ્યૂ કરવાનો રેકોર્ડ મહાન સચિન તેંડુલકરના નામે હતો. સચિને વર્ષ ૧૯૮૯માં પાકિસ્તાન સામે માત્ર ૧૬ વર્ષ અને ૨૦૫ દિવસની ઉંમરે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. હવે ૩૭ વર્ષ બાદ વૈભવે ૧૫ વર્ષ અને ૯૯ દિવસની નાની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કરીને સચિનનો એ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

વૈભવની આ અદ્ભુત સિદ્ધિને પગલે સોશિયલ મીડિયા પર ફેન્સ અને ક્રિકેટ દિગ્ગજો તેને ભારતીય ક્રિકેટનું ઉજ્જવળ ભવિષ્ય ગણાવી રહ્યા છે અને આખા દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

https://www.youtube.com/@Lalkaar-News09

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »