ઝુંડાલ વોર્ડ નં. ૧૧માં સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૩૦% મતદાન, લાઈનમાં જ જામી રાજકીય ડિબેટ
ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૧ (ઝુંડાલ)માં વહેલી સવારથી જ મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે ૧૧ વાગ્યા સુધીમાં અહીં ૩૦% જેટલું મતદાન નોંધાયું છે અને હજુ પણ મતદાન મથકો બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
દરમિયાન ઝુંડાલ ખાતે મતદાન કરવા પહોંચેલા લોકો વચ્ચે રાજકીય મુદ્દાઓને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો હતો.