વડોદરા / ગરબા વિવાદ બ્રેકિંગ:
વડોદરાના વિશ્વપ્રસિદ્ધ ‘યુનાઇટેડ વે’ (United Way) ગરબા મહોત્સવમાં સનાતની ખેલૈયાઓની સુરક્ષા અને ઓળખ સામે સવાલો ઊભા કરતો મોટો વિવાદ સામે આવ્યો છે. અહીં ગરબા ગ્રાઉન્ડ પર સિક્યુરિટી અને મેનેજમેન્ટનું કામ કરતી ‘બોય ઝોન’ (Boy Zone) એજન્સીનું શંકાસ્પદ કારસ્તાન સામે આવ્યું છે.
નામ બદલીને બનાવાયું આઈકાર્ડ: એજન્સી દ્વારા રઝાક પઠાણ નામના વિધર્મી યુવકનું ‘આયુષ પટેલ’ નામે બોગસ આઈકાર્ડ તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને ગરબા ગ્રાઉન્ડના એન્ટ્રી ગેટ પર પાસ સ્કેનિંગ જેવી સંવેદનશીલ કામગીરી સોંપવામાં આવી હતી.
હિન્દુ સંગઠનોનો ઉગ્ર વિરોધ: આ ઘટનાની જાણ થતાં જ હિન્દુ સંગઠનોના કાર્યકરો ગરબા ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા. તેમણે વિધર્મી યુવકને પકડી પાડીને ‘બોય ઝોન’ એજન્સીના સંચાલકોને આડેહાથ લીધા હતા અને મેદાન પર જ હોબાળો મચાવ્યો હતો.
પોલીસ કાફલો ઘટનાસ્થળે: બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ગરબા ગ્રાઉન્ડ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.