ભાવનગર

ભાવનગર મહુવા નગરપાલિકામાં હંગામો: ચીફ ઓફિસર અને વકીલ વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ, વકીલ મંડળના ઉગ્ર સૂત્રોચ્ચાર!

ભાવનગર / મહુવા લોકલ બ્રેકિંગ:

ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકામાં ચીફ ઓફિસર અને વકીલ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ ઘટનાના વિરોધમાં આજરોજ મહુવા વકીલ મંડળના આગેવાનો અને સભ્યો દ્વારા નગરપાલિકા ખાતે પહોંચીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 ચીફ ઓફિસર ગેરહાજર, ટેલિફોનિક વાતચીત: વકીલો જ્યારે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા ત્યારે ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા તળાજા ખાતે સરકારી કામ અર્થે ગયેલા હોવાથી હાજર ન હતા. જેથી વકીલ મંડળના આગેવાનોએ તેમની સાથે ફોન પર સીધી વાતચીત કરી વિરોધ નોંધાવ્યો હતો.

 ચીફ ઓફિસરનો ખુલાસો: આ સમગ્ર મામલે અને લાગેલા આક્ષેપો અંગે મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવતાં ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા એ પોતાનો પક્ષ રજૂ કરીને વિવાદ અંગે ખુલાસો આપ્યો હતો.

 વાતાવરણ ગરમ: વાયરલ વિડીયો અને વકીલ મંડળના આક્રોશને પગલે મહુવા નગરપાલિકા અને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.

You may also like

Bhavnagar
ભાવનગર મહાનગરનો લલકાર

Bhavnagar Corporation: શહેરમાં 700 સ્થળે 1600 CCTV કેમેરા લાગશે, નિયમિત થશે મોનિટરિંગ

ભાવનગરઃ ભાવનગર મહાનગર પાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં સિટીમાં જુદા-જુદા વિસ્તારમાં CCTV સેટ કરીને નજર રાખવામાં આવશે.
ભાવનગર મહાનગરનો લલકાર

Bhavnagar Crime: મહિલા કોન્સ્ટેબલના ઘરેથી પકડાયો વોન્ટેડ, સગાને સાચવવા જતા નોકરી પર જોખમ

ભાવનગરઃ સગા સંબંધીઓને સાચવવા ક્યારેક જોખમમાં મૂકી શકે છે. ભાવનગર પોલીસમાં ડ્યૂટી કરતા મહિલા કોન્સ્ટેબલ સાથે આવું જ થયું. ભાવનગર
Translate »