ગાંધીનગર

પોલિંગ બૂથ નજીક પ્રચાર સામગ્રી મુદ્દે આપ-ભાજપ આમને-સામને!

ગાંધીનગરમાં મતદાન દરમિયાન વોર્ડ નંબર ૮ અને ઝુંડાલ વિસ્તારમાં ચૂંટણી આચારસંહિતાના ભંગના ગંભીર આરોપો સામે આવ્યા છે.
મતદાન મથકોની તદ્દન નજીક ભાજપના કાર્યકરો દ્વારા પક્ષના ઝંડા અને છત્રીઓ સહિતની પ્રચાર સામગ્રીનું ખુલ્લેઆમ પ્રદર્શન કરવામાં આવતાં વિવાદ સર્જાયો છે. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરોએ કડક વિરોધ નોંધાવ્યો છે અને ભાજપના કાર્યકરો પર દાદાગીરી કરવાનો આરોપ લગાવ્યો છે.
નિયમ મુજબ પોલિંગ બૂથની નિર્ધારિત ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારનો પ્રચાર કે પક્ષીય સામગ્રી રાખવા પર મનાઈ હોવા છતાં, ખુલ્લેઆમ પ્રચાર સામગ્રી જણાતાં સ્થળ પર વાતાવરણ ગરમાયું છે અને સમગ્ર મામલે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવાની તૈયારીઓ હાથ ધરાઈ છે.

You may also like

Gandhinagar Weather
ગાંધીનગર મહાનગરનો લલકાર

Gandhinagar Weather: તાપમાન વધ્યું, ઠંડીમાં થોડી રાહત

ગાંધીનગરઃ સતત પાંચ દિવસ સુધી શહેરમાં ઠંડક રહ્યા બાદ ગાંધીનગર શહેરના તાપમાનમાં વધારો થયો છે. 13.8 ડિગ્રીથી 14.5 ડિગ્રી વચ્ચે
ગાંધીનગર મહાનગરનો લલકાર

રાજ્ય સરકાર દ્વારા સ્વ-સહાય જૂથોને કુલ રૂ.1432 કરોડ કરતાં વધુ ફંડ મળ્યું

ગાંધીનગરઃ દેશને વધુમાં વધુ આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત ભારતભરમાં ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન
Translate »