ગાંધીનગર / ગુજરાત:
આગામી નવરાત્રી મહોત્સવ દરમિયાન રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત સરકાર અને પોલીસ દ્વારા અત્યંત કડક નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. આયોજકો અને ખેલૈયાઓ બંને માટે સુરક્ષાના નિયમો અનિવાર્ય બનાવવામાં આવ્યા છે.
ખોટી ઓળખ કે છુપાઈને પ્રવેશ પર ગુનો: જો કોઈ વ્યક્તિ પોતાની ઓળખ કે ધર્મ છુપાવીને ગરબા મંડપમાં પ્રવેશ કરશે, તો નવા BNS કાયદા (કલમ ૩૧૯, ૨૯૯ અને ૩૩૬) હેઠળ છેતરપિંડી અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ૫ થી ૭ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આયોજકોએ પ્રવેશદ્વારે ફરજિયાત ID પ્રૂફ ચેક કરવા અને CCTV કેમેરા લગાવવા સૂચના અપાઈ છે.
મહિલા સુરક્ષા અને છેડતી સામે કડકાઈ: બહેનો અને દીકરીઓની છેડતી કે લજ્જા ભંગના કિસ્સામાં BNS કલમ ૭૪, ૭૫ અને ૭૮ હેઠળ ત્વરિત અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સગીરાના કિસ્સામાં POCSO એક્ટ લાગુ થશે.
આયોજકો માટે સૂચના: મંડળોએ મહિલાઓ માટે અલગ એન્ટ્રી-એક્ઝિટ, મહિલા વોલેન્ટિયર્સ અને સાદા ડ્રેસમાં ‘શી ટીમ’ની મદદ લેવા અપીલ કરાઈ છે.
ઇમરજન્સી હેલ્પલાઇન નંબર: કોઈપણ આપત્તિ અથવા કટોકટીના સમયે તાત્કાલિક મદદ માટે ગુજરાત સરકારની ૧૧૨ (જનરલ ઇમરજન્સી), ૧૮૧ (અભયમ મહિલા હેલ્પલાઇન) અથવા સાયબર ફ્રોડ માટે ૧૯૩૦ પર સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
આયોજકો અને ખેલૈયાઓ જાણી લો નવા BNS કાયદા હેઠળની કડક જોગવાઈઓ અને હેલ્પલાઇન નંબરો