ભારતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

રાહુલે મહિલા ગર્ભવતી પત્રકારને ધક્કો માર્યો હોવાનો ભાજપે કર્યો આક્ષેપ.. ઇજાગ્રસ્ત મહિલા પત્રકાર હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી / રાષ્ટ્રીય રાજકારણ:
વિપક્ષી નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફની માર્ચ દરમિયાન બનેલી એક ઘટનાને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વિરોધ પ્રદર્શનનું કવરેજ કરી રહેલી એક ગર્ભવતી મહિલા પત્રકાર સાથે ધક્કામુક્કી કરવાનો સનસનાટીપૂર્ણ ભાજપે આક્ષેપ લગાવ્યો છે.
ભાજપના ગંભીર આરોપો: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો શેર કરતાં દાવો કર્યો છે કે રાહુલ ગાંધીની માર્ચ દરમિયાન કવરેજ કરી રહેલી મહિલા પત્રકાર સાથે ગેરવર્તણૂક અને ધક્કામુક્કી થઈ હતી.
મહિલા પત્રકાર હોસ્પિટલમાં: ભાજપના દાવ મુજબ, ધક્કામુક્કી દરમિયાન મહિલા પત્રકારને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નેતાઓની મુલાકાત: ભાજપના નેતા રાજેશ ભાટિયાએ હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત પત્રકારના હાલચાલ પૂછ્યા હોવાનો પણ દાવો કર્યો છે.
ઘટનાનો સંદર્ભ: આ સમગ્ર બનાવ ૧૨ ઑક્ટોબરના રોજ દિલ્હી ખાતે વિપક્ષી નેતાઓ દ્વારા યોજાયેલી સુપ્રીમ કોર્ટ માર્ચ દરમિયાન બન્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ગાંધીનગર મનપાની ૪૪ બેઠકો માટે મતગણતરી શરૂ 

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »