ભાવનગર / મહુવા લોકલ બ્રેકિંગ:
ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકામાં ચીફ ઓફિસર અને વકીલ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ ઘટનાના વિરોધમાં આજરોજ મહુવા વકીલ મંડળના આગેવાનો અને સભ્યો દ્વારા નગરપાલિકા ખાતે પહોંચીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ચીફ ઓફિસર ગેરહાજર, ટેલિફોનિક વાતચીત: વકીલો જ્યારે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા ત્યારે ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા તળાજા ખાતે સરકારી કામ અર્થે ગયેલા હોવાથી હાજર ન હતા. જેથી વકીલ મંડળના આગેવાનોએ તેમની સાથે ફોન પર સીધી વાતચીત કરી વિરોધ નોંધાવ્યો હતો.
ચીફ ઓફિસરનો ખુલાસો: આ સમગ્ર મામલે અને લાગેલા આક્ષેપો અંગે મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવતાં ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા એ પોતાનો પક્ષ રજૂ કરીને વિવાદ અંગે ખુલાસો આપ્યો હતો.
વાતાવરણ ગરમ: વાયરલ વિડીયો અને વકીલ મંડળના આક્રોશને પગલે મહુવા નગરપાલિકા અને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.

