ખાનગી ક્ષેત્રની ઈંધણ કંપની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સમર્થનવાળી Jio-bp એ પેટ્રોલ અને ડીઝલના દરોમાં સપાટાબંધ વધારો કરીને ગ્રાહકોને મોંઘવારીનો નવો ફટકો આપ્યો છે. રવિવારથી કંપની દ્વારા સમગ્ર દેશમાં નવા દર લાગુ કરી દેવામાં આવ્યા છે.
કેટલો થયો ભાવવધારો?: Jio-bp એ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹૫ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹૩ નો વધારો કર્યો છે.
રાજ્યોમાં નવી કિંમતો: આ ભાવવધારા બાદ પંજાબમાં Jio-bp ના પંપ પર પેટ્રોલ ₹૧૦૮.૫૪ અને ડીઝલ ₹૯૯.૧૯ પ્રતિ લિટર થયું છે. જ્યારે હરિયાણામાં પેટ્રોલનો ભાવ ₹૧૦૯.૮૦ અને ડીઝલનો ભાવ ₹૯૭.૭૫ પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે.
નાયરા એનર્જીએ પણ વધાર્યા હતા ભાવ: ઉલ્લેખનીય છે કે Jio-bp પહેલાં અન્ય ખાનગી ફ્યુઅલ રિટેલર નાયરા એનર્જી (Nayara Energy) એ પણ ઈંધણના ભાવમાં વધારો કર્યો હતો.
SMC ઓઈલ કંપનીઓ સ્થિર: ખાનગી કંપનીઓએ કિંમતો વધારી હોવા છતાં સરકારી ઓઈલ કંપનીઓએ (IOCL, BPCL, HPCL) હાલ પૂરતા ભાવ સ્થિર રાખ્યા છે.
નાયરા એનર્જી બાદ હવે Jio-bp નો ઝટકો: આ રાજ્યોમાં પેટ્રોલ ₹૧૦૯ ને પાર, જાણો નવા ભાવ