અમદાવાદ ખાખીની ખટપટ મહાનગરનો લલકાર

અમદાવાદમાં ડુપ્લિકેટ સેમસંગ મોબાઇલનું મોટું રેકેટ ઝડપાયું

અમદાવાદ / ક્રાઈમ બ્રેકિંગ:

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ મોબાઇલ અને એસેસરીઝ વેચવાનું મોટું રેકેટ ઝડપાયું છે. ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક આવેલી મોબાઇલ માર્કેટમાં પોલીસ અને LCB ઝોન-૬ દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા.

 રેડ અને મોટો મુદ્દામાલ જપ્ત: દરોડા દરમિયાન વિવિધ દુકાનોમાંથી સેમસંગના ડુપ્લિકેટ લોગોવાળા અને બિલ વગરના શંકાસ્પદ મોબાઇલ અને એસેસરીઝ ઝડપાયા છે. પોલીસે ૧,૦૩૪ મોબાઇલ ફોન, લેપટોપ, ચાર્જર, બેટરી અને કવર સહિત કુલ રૂપિયા ૭,૦૭,૨૭૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 સેમસંગના અધિકારીએ કરી પુષ્ટિ: સેમસંગ કંપનીના અધિકૃત પ્રતિનિધિ દ્વારા સ્થળ પર ચકાસણી કરાતાં જપ્ત કરાયેલા ફોન સંપૂર્ણપણે ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું.

 ૬ શખ્સો સામે FIR: કાલુપુર રિલીફ રોડના રાજ કોમ્પ્લેક્સ અને મેટ્રો પ્લાઝા સાથે સંકળાયેલા રમેશભાઈ સોલંકી સહિત ૬ વેપારીઓ સામે ટ્રેડમાર્ક એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

 નેટવર્ક પર નજર: ડુપ્લિકેટ મોબાઇલ અને સ્પેરપાર્ટ્સ સપ્લાય કરનાર સમગ્ર નેટવર્ક અને તેમાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ચોટીલા પહોંચ્યા 

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »