ધાર્મિક ફીચર / સાતમો નોરતો (માતા કાલરાત્રિ):
નવરાત્રિના સાતમા દિવસે દેવી દુર્ગાના સૌથી શક્તિશાળી અને ઉગ્ર સ્વરૂપ એવા માતા કાલરાત્રિ ની આરાધના કરવામાં આવે છે. નામ સાંભળતાં જ ભયનો અનુભવ થાય, પરંતુ કાલરાત્રિનું સ્વરૂપ માત્ર ભયનું પ્રતીક નથી, પરંતુ તે ભયનો કાયમ માટે અંત લાવનારી શક્તિ છે.
કેવું છે માં કાલરાત્રિનું સ્વરૂપ?: અંધકાર જેવા શ્યામ વર્ણ અને ખુલ્લા વાળ ધરાવતા દેવી કાલરાત્રિનું વાહન ગધેડું છે. તેમનું આ સ્વરૂપ દુષ્ટ શક્તિ નાશ અને ભક્તોને અભયદાન આપનારું માનવામાં આવે છે.
મનનો ભય જ સૌથી મોટો શત્રુ: આપણા જીવનમાં ઘણીવાર બહારનો કોઈ દુશ્મન નથી હોતો, પરંતુ આપણા પોતાના મનનો ડર (“હું આ કરી શકીશ નહીં?”, “લોકો શું કહેશે?”) આપણને અંદરથી તોડી નાખે છે અને શરૂઆત કરતા જ રોકી દે છે.
સાતમા દિવસનો જીવનસંદેશ: માં કાલરાત્રિ આપણને શીખવે છે કે ભયથી ભાગવું નહીં, પરંતુ તેનો સામનો કરવાની હિંમત રાખવી જોઈએ. જ્યારે તમે ડરની સામે ઊભા રહો છો, ત્યારે ડર આપોઆપ નાનો બની જાય છે.