અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar: રાજકોટના યુવાને રોજનું ત્રણ હજાર ભાડૂ ચૂકવી ગિફ્ટ સિટીમાં ગાંજો વેચવા લક્ઝુરિયસ ફ્લેટ ભાડે લીધો

  • March 12, 2026
  • 0 Comments

ગાંધીનગરની ગિફ્ટ સિટી રાજ્ય સરકાર દ્વારા શરતો સાથે દારૂ પીવાની છૂટછાટ મળ્યા બાદ સતત ચર્ચામાં રહી છે. આ વચ્ચે ગિફ્ટ સિટીમાં નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપાતા ફરી એકવાર આ વિસ્તાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ દરોડો પાડી આશરે 26 લાખ રૂપિયાથી વધુ કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો છે અને એક આરોપીની […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: 24 હોસ્પિટલોમાં ખ્યાતિકાંડ જેવી ફરિયાદો, કાર્ડ હોવા છતાં નાણા વસૂલાયા, મુદ્દો વિધાનસભામાં ગાજ્યો

  • March 12, 2026
  • 0 Comments

અમદાવાદ શહેર અને જિલ્લામાં ખાનગી હોસ્પિટલો સામે નિયમોનું ઉલ્લંઘન કરવા સંબંધિત અનેક ફરિયાદો સામે આવી રહી છે. તાજેતરમાં આરોગ્ય વિભાગને કુલ 24 ફરિયાદો મળતા તંત્ર સજાગ બન્યું છે. આ ફરિયાદોમાં દર્દીઓ પાસેથી નિયમો વિરુદ્ધ રીતે રૂપિયા વસૂલવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ફરિયાદોની પ્રાથમિક તપાસ બાદ આરોગ્ય વિભાગે સંબંધિત 24 ખાનગી હોસ્પિટલોને નોટિસ પાઠવી છે. […]

ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Patan News: સિંગર કિંજલ રબારીએ ભાગીને લગ્ન કરતાં વિવાદ વકર્યો, વકીલ મારફતે પોલીસ પ્રોટેક્શન માંગ્યુ

  • March 12, 2026
  • 0 Comments

ગુજરાતમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને વારંવાર ચર્ચા અને વિવાદો ઊભા થતા રહે છે. થોડા સમય પહેલા સિંગર કિંજલ દવેના લગ્ન મુદ્દે ચર્ચા ચાલી હતી, અને હવે ફરી એક લોકગાયિકા કિંજલ રબારીના લગ્નને લઈને ચર્ચાનો માહોલ ગરમાયો છે. રાધનપુર નજીકના સીનાડ ગામની લોકગાયિકા કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે, જેના […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

IPL 2026નો કાર્યક્રમ જાહેર, 28 માર્ચે બેંગલુરુમાં RCB-SRHની ઓપનિંગ મેચ

  • March 11, 2026
  • 0 Comments

ભારતીય ક્રિકેટ નિયામક મંડળ (BCCI) દ્વારા IPL 2026ની શરૂઆતની 20 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર થયેલી માહિતી મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 28 માર્ચે થશે. પ્રથમ મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે. અગાઉ IPLની શરૂઆત 26 માર્ચે થવાની હતી, પરંતુ દેશમાં […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: ગોપાલ ઈટાલિયાને હર્ષ સંઘવીનો જવાબ, ચોપડી ભલે ઓછી વાંચી હોય પણ જૂતૂ ફેંકવાનું શીખ્યા નથી

  • March 11, 2026
  • 0 Comments

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં ચર્ચાનો માહોલ ગરમાયો હતો. તેમના નિવેદન બાદ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી દલીલો અને રાજકીય ટિપ્પણીઓનો માહોલ જોવા મળ્યો.ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં બોલતા જણાવ્યું કે તેઓ માત્ર ‘8 પાસ’ નથી, પરંતુ BA-LLB સુધીનું શિક્ષણ લીધેલું છે. તેમણે કહ્યું […]

ગ્લોબલ ન્યૂઝ ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

India: થાઈલેન્ડથી ભારત જઈ રહેલા જહાજ પર હોર્મુઝ સ્ટ્રેટ નજીક હુમલો, 23 ખલાસીઓ સવાર હતા

  • March 11, 2026
  • 0 Comments

બુધવારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક મોટું માલવાહક જહાજ હુમલાનો શિકાર બન્યું. થાઈલેન્ડના ધ્વજ હેઠળ ચાલતું ‘મયુરી નારી’ નામનું આ જહાજ ભારત તરફ જઈ રહ્યું હતું. જહાજમાં કુલ 23 ખલાસીઓ સવાર હતા. હુમલા બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી અને થાઈ નૌકાદળે 20 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. જોકે ત્રણ ખલાસીઓ હજુ પણ જહાજમાં હોવાનું કહેવાય […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના જૂના જોગીઓનું શું થશે? ભાજપે લીધો છે મોટો નિર્ણય

  • March 10, 2026
  • 0 Comments

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય વાતાવરણ ગરમાયું છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્તરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં પણ મતદાન થવાનું હોવાથી રાજકીય પક્ષો અત્યારથી જ પોતાની વ્યૂહરચના તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે. ખાસ કરીને ભાજપ દ્વારા આ ચૂંટણીને ધ્યાનમાં […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ: નિવૃત્તિ પછી પણ વહીવટનો ખેલ: ખાખીના પૂર્વ ‘ખેલાડી’ અને જુવાન જોડીદારનો પશ્ચિમ વિસ્તારમાં આતંક!

  • March 10, 2026
  • 0 Comments

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

ભાવનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar: જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ બેંકની શાખાઓમાં 7 કરોડથી વધુનું સાયબર ફ્રોડ, સોફ્ટવેર હેક કરી રકમ ટ્રાન્સફર કરી

  • March 10, 2026
  • 0 Comments

ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં મોટી સાયબર ઠગાઈની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ સાયબર ગઠિયાઓએ બેંકની ચાર અલગ અલગ શાખાઓમાંથી સાત કરોડ રૂપિયાથી વધુ રકમ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે બેંક તંત્ર તેમજ ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.માહિતી મુજબ આ ફ્રોડ તળાજા, ભરતનગર, સુભાષનગર […]

Translate »