ગાંધીનગર / વાઈલ્ડલાઈફ બ્રેકિંગ:
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બાસણ ગામમાંથી એક અત્યંત રોમાંચક અને ડર પેદા કરનાર સમાચાર સામે આવ્યા છે. ગામમાં ગત રાત્રે અચાનક ૨૫ કિલો વજન અને આશરે ૧૧ ફૂટ લંબાઈ ધરાવતો એક વિશાળ માદા ભારતીય અજગર (Indian Rock Python) નજરે પડતા ગ્રામસ્થોમાં દોડધામ મચી ગઈ હતી.
વનસેતુ ફાઉન્ડેશન અને વનવિભાગનું સફળ રેસ્ક્યુ:
બાસણ ગામમાં અજગર દેખાયાની ટેલિફોનિક માહિતી મળતા જ વનસેતુ ફાઉન્ડેશનની ટીમ અને રેસ્ક્યુઅર ખોડાભાઈ રાવળે ત્વરિત પગલાં લીધા હતા. તેમણે બાસણ રેન્જના ફોરેસ્ટર દેવલબેનને જાણ કરી અમીતભાઈ ગોંડ, બાદલ પરમાર અને અન્ય સાથીદારો સાથે મળીને સ્થળ પર પહોંચ્યા હતા. ભારે જહેમત અને સાવચેતીપૂર્વકના ઓપરેશન બાદ આ મહાકાય અજગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો.
કુદરતી આવાસમાં પુનઃપ્રવેશ:
સુરક્ષિત રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગના કર્મચારીઓ અને ફોરેસ્ટર દેવલબેનની ઉપસ્થિતિમાં આ અજગરને તેના કુદરતી આવાસ (સુરક્ષિત જંગલ વિસ્તાર)માં હેમખેમ છોડી દેવામાં આવ્યો છે, જેનાથી ગ્રામસ્થોએ રાહતનો શ્વાસ લીધો છે.