બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતનો લલકાર

કમોસમી વરસાદની એન્ટ્રી:ગાજવીજ અને ભારે પવન સાથે અડધોથી પોણો કલાક માવઠું!

ગીર સોમનાથ / વેધર બ્રેકિંગ:

રાજ્યમાં એક તરફ તહેવારોની મૌસમ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ અણધાર્યા હવામાન પલટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગીર સોમનાથ જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ (માવઠું) વરસી ગયો હતો.

 કોડીનાર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ:

જિલ્લાના કોડીનાર તાલુકાના ગીર સરહદી વિસ્તારોમાં જોરદાર ગાજવીજ અને ભારે પવન સાથે અડધાથી પોણો કલાક સુધી વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના પગલે ઘાટવડ, કંટાળા, પાવટી અને સાંઢળીધાર સહિતનાં ગામોમાં પાણી વહેતા થયા હતા.

 મગફળીના પાકને નુકસાનની ભીતિ:

આ અણધાર્યા માવઠાને કારણે ખેતરોમાં ઊભા પાક તેમજ ખાસ કરીને કાપણી બાદ સુકવવા માટે ખુલ્લામાં મૂકેલા મગફળીના પાકને ભારે નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે અન્નદાતાઓની ચિંતા સાતમા આસમાને પહોંચી ગઈ છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »