બિઝનેસ / માર્કેટ બ્રેકિંગ:
તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલા જ સોના અને ચાંદીના ખરીદદારો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. તહેવારોની સીઝન પહેલા આજે કોમોડિટી માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી છે, જેનાથી ગ્રાહકોને મોટી રાહત મળી છે.
MCX પર ભાવમાં ઘટાડો:
આજે MCX પર ૨૪ કેરેટ સોનાનો ભાવ ₹૩૫૦ ઘટીને ₹૧,૪૨,૭૬૮ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયો છે. આ ઉપરાંત, ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે અને ચાંદી ₹૧,૩૦૦ ઘટીને ₹૧,૯૪,૫૪૪ પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે.
અમદાવાદ બજારના ભાવ:
સ્થાનિક બજાર એટલે કે અમદાવાદમાં સોનાની વાત કરીએ તો, ૨૪ કેરેટ સોનાનો ભાવ ₹૧,૪૩,૪૬0 અને ૨૨ કેરેટ સોનાનો ભાવ ₹૧,૩૧,૫૦૫ પ્રતિ ૧૦ ગ્રામ ચાલી રહ્યો છે. તહેવારો ટાણે કિંમતો ઘટવાથી ઘરેણાં ખરીદવા માંગતા ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.