પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ વડોદરા મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

વડોદરામાં ભાજપનું શક્તિપ્રદર્શન: ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત આગામી ૨૮મીએ નીકળશે ભવ્ય પદયાત્રા!

વડોદરા / રાજકીય બ્રેકિંગ:

વડોદરા શહેર ભાજપ દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન હેઠળ એક વિશાળ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં વિશેષ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં પદયાત્રાની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી.

 ૨૮ ઑક્ટોબરે પદયાત્રાનો પ્રારંભ:

આ આગામી ૨૮મી ઑક્ટોબરે બપોરે ૩:૩૦ વાગ્યે નવલખી મેદાનથી આ પદયાત્રાનો પ્રારંભ થશે. આ પદયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહીને આગેવાનો અને કાર્યકર્તાઓનું માર્ગદર્શન કરશે. સાથે જ સંસદો, ધારાસભ્યો, મેયર સહિત ભાજપના દિગ્ગજ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે.

 રૂટ અને હેતુ:

આ પદયાત્રા નવલખી મેદાનથી શરૂ થઈને કીર્તિસ્તંભ, માર્કેટ ચાર રસ્તા, બંબાખાના, ટાવર અને કોઠી ચાર રસ્તા થઈને પરત નવલખી મેદાન પહોંચશે. કોંગ્રેસના કથિત ભ્રામક પ્રચાર સામે જનજાગૃતિ લાવવા અને લોકશાહી તેમજ બંધારણીય સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ વધુ મજબૂત કરવાના હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »