જૂનાગઢ / એગ્રી-પાવર પ્રોટેસ્ટ:
જૂનાગઢ જિલ્લામાં વારંવાર થતા વીજકાપના કારણે ખેતીના પાકને પિયત કરવામાં ભારે હાલાકી ભોગવી રહેલા ખેડૂતોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ખેતીની મહત્વપૂર્ણ સિઝનમાં પૂરતો અને સમયસર વીજ પુરવઠો ન મળતા નારાજ ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે.
PGVCL કચેરીનો ઘેરાવ: ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા ના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતો જૂનાગઢના આઝાદ ચોક ખાતે આવેલી PGVCL કચેરીએ એકઠા થયા હતા અને કચેરીનો ઘેરાવ કર્યો હતો.
ફાનસ સાથે વિરોધ: વીજ કંપનીના વહીવટ સામે વિરોધ દર્શાવવા માટે ખેડૂતો હાથમાં ફાનસ લઈને પહોંચ્યા હતા અને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા.
નિયમિત વીજળીની માંગ: ખેડૂતોએ માંગ કરી છે કે જો તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો નિયમિત અને પૂરતા વોલ્ટેજ સાથે પૂરો પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.

